બચત

ગેસના ઉપયોગમાં સમજદારી તો બચત થાય મનગમતી

એલપીજી ગેસનો ઉપયોગ કરતી વખતે નાની નાની વાતોની કાળજી રાખવાથી
ગેસ, સમય અને રૂપિયા બધી રીતે બચત થઈ શકે છે.

રસોઈ વખતે ઢાંકણનો ઉપયોગ કરો

L
K

રસોઈના વાસણોને ઢાંકીને રસોઈ કરવાથી ઓછી ગરમી ખર્ચાય છે, રસોઈ ઝડપથી થાય છે અને ગેસની બચત થાય છે.

દાળ-કઠોળ, અનાજ વગેરે પહેલેથી પલાળી રાખો

L
K

રસોઈની તમામ સામગ્રી રસોઈના સમય પહેલાં પલાળી રાખવાથી તેને રાંધવામાં ઓછો સમય લાગે છે.

રસાેઈની તમામ સામગ્રી તૈયાર રાખો

L
K

રસોઈ કરતાં પહેલાં જરૂરી તમામ સાધન સામગ્રી હાથવગી રાખવાથી ચીજવસ્તુઓ શોધવામાં સમય અને ગેસ વેડફાશે નહીં.

પ્રેશર કૂકરનો ઉપયોગ કરો

L
K

દાળ, ચોખા વગેરે રાંધવા માટે પ્રેશર કૂકરનો ઉપયોગ કરવાથી રસોઈ ઝડપથી થશે અને ઓછો ગેસ વપરાશે.

મધ્યમ આંચનો ઉપયોગ કરો

L
K

તેજ આંચ પર રસોઈ કરવાને બદલે મધ્યમ આંચ પર રસોઈ કરવાથી, ગેસના ઓછા વપરાશ સાથે રસોઈ ઝડપથી થઈ શકે છે.

યોગ્ય વાસણોનો ઉપયોગ કરો

L
K

સખત તળિયાના વાસણનો ઉપયોગ કરવાથી વાસણમાં ગરમી સમાન રીતે પ્રસરે છે અને ઓછા ગેસે વધુ ઝડપથી રસોઈ થાય છે.

ઓવરકૂકિંગ ટાળો

L
K

વાનગી રંધાઈ જાય એ સાથે ગેસ બંધ કરી દો.. રસોઈ તૈયાર થઈ ગયા પછી પણ ગેસ ચાલુ રાખવાથી ગેસ વેડફાઇ છે તેમજ વાનગીના પોષક તત્વો પણ નાશ પામે છે.

જરૂર મુજબ જોઈતી રસોઈ એક સાથે કરો

L
K

તમારી જરૂરિયાત અનુસાર જેટલી જરૂર હોય એટલી રસોઈ એક સાથે કરી લો. આમ કરવાથી ગેસ અને સમય બંને બચશે.

ગેસ સ્ટવની નિયમિત સર્વિસ કરાવો

L
K

ગેસ સ્ટવની નિયમિત સાફસફાઈ અને સર્વિસ કરાવવાથી ઓછા ગેસ વપરાશ સાથે વધુ કાર્યક્ષમ રીતે રસોઈ થઈ શકશે.