એજન્સી પરિચય

યોગીરાજ ઇન્ડેન ગેસ એજન્સી

યોગીરાજ ઇન્ડેનઃ આપની સેવામાં, વર્ષોથી

ગુજરાતના પાટણ શહેર અને આસપાસના ૩૦ કિલોમીટર સુધીના વિસ્તારોમાં વિસ્તારોમાં વર્ષ ૨૦૧૫થી એટલે કે એક દાયકાથી વિશ્વસનીય એલપીજી ગેસ સેવાઓ પૂરી પાડે છે.

ભારતની અત્યંત પ્રતિષ્ઠિત ઇન્ડિયન ઓઇલ કંપનીની ઇન્ડેન ગેસ સર્વિસના અધિકૃત ડિસ્ટ્રીબ્યુટર તરીકે યોગીરાજ ઇન્ડેન એજન્સીએ સલામતી, વિશ્વસનીયતા તથા શ્રેષ્ઠ ગ્રાહક સેવાઓના આધાર પર ગ્રાહકોનો વિશ્વાસ જીત્યો છે.

યોગીરાજ ઇન્ડેન ગેસ એજન્સી પાટણ શહેર તથા આસપાસના વિસ્તારોમાં ૧૫ હજારથી વધુ ગ્રાહકોને ગેસ સિલિન્ડર સેવા પૂરી પાડી રહી છે. એજન્સીના ગ્રાહકોમાં ડોમેસ્ટિક અને કમર્શિયલ કનેકશન્સનો સમાવેશ થાય છે.

ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તાની સેવાઓ પૂરી પાડવાનું અમને ગૌરવ છે. શક્ય એટલી ઝડપથી ગ્રાહકોને નવા કનેકશન આપવાથી લઇને સમયસર રિફિલ સિલિન્ડર પૂરા પાડવા તથા તાકીદની દરેક સ્થિતિમાં તાબડતોબ મદદ પૂરી પાડવા સુધીની તમામ સેવાઓ અમે આપીએ છીએ.

અમારી અનુભવી ટીમ દરેક સિલિન્ડરની યોગ્ય ચકાસણી પછી ગ્રાહકોના સ્થળ પર સિલિન્ડર પહોંચાડે છે.

યોગીરાજ ઇન્ડેનમાં ગ્રાહકોની સલામતીને અમે સૌથી વધુ મહત્ત્વની ગણીએ છીએ. એ માટે અમે અમારા ગ્રાહકોનું એલપીજીની સલામત ઉપયોગ માટે સતત માર્ગદર્શન પૂરું પાડતા રહીએ છીએ. પાટણ શહેરમાંની અમારી હેડ ઓફિસમાં અમે શ્રેષ્ઠ સાધનોથી સજ્જ સેવા કેન્દ્રનું સંચાલન કરીએ છીએ જેની મદદથી ગ્રાહકોને વિવિધ, સરળ રીતે સિલિન્ડરના બુકિંગ તથા અન્ય સેવાઓ તેમજ ટેકનિકલ સપોર્ટ પૂરો પાડવામાં આવે છે.

અમે સમગ્ર પાટણ વિસ્તારમાં ઘર અને નાના મોટા બિઝનેસને સરળ અને સલામત રીતે રાંધણ ગેસ પૂરો પાડવા માટે હંમેશાં તત્પર છીએ.

યોગીરાજ ઇન્ડેનની વિશેષતાઓ

  • ૧૫ હજારથી વધુ ગ્રાહકોઃ

    સમગ્ર પાટણ અને આસપાસના વિસ્તારોમાં વિશ્વાસપાત્ર ગેસ સેવાઓ

  • ઝડપી કનેકશનઃ

    નવા કનેકશનની તમામ પ્રક્રિયા સરળ અને ઝડપી

  • ઝંઝટ રહિત રિફિલઃ

    સિલિન્ડર બુક કરવા માટે ઓનલાઇન અને ઓફલાઇન વિકલ્પો સાથે સિલિન્ડરની સમયસર ડિલિવરી.

  • સલામતીને પ્રાધાન્યઃ

    દરેક ગેસ કનેકશનની નિયમીત રીતે તપાસ તથા સલામતી અંગે જાગૃતિ માટે સતત પ્રયાસો.

  • બચત માટે માર્ગદર્શનઃ

    એલપીજીના ઉપયોગમાં સમય અને રૂપિયાની બચત થઈ શકે તેવા વિવિધ પગલાં અંગે ગ્રાહકોને માર્ગદર્શન.

  • સમર્પિત ગ્રાહક સેવાઃ

    એલપીજી સંબંધિત તમામ જરૂરિયાતોને પહોંચી વળવા માટે પ્રશિક્ષિત ટીમ.