સલામતી

ગેસનો ઉપયોગ કરતી વખતે થોડી સાવધાની હંમેશાં સૌની સલામતી અને ખુશાલી

તમે પોતાના ઘરમાં, રેસ્ટોરાં-હોટેલમાં કે ઇન્ડસ્ટ્રીમાં એલપીજી સિલિન્ડરનો ઉપયોગ કરતા હો ત્યારે કેટલીક નાની નાની વાતોની કાળજી રાખીને ગેસનો સલામત રીતે ઉપયોગ કરી શકાય છે.

સિલિન્ડર મેળવતી વખતે…

  • હંમેશાં અધિકૃત એજન્સી, જેમ કે યોગીરાજ ઇન્ડેન ગેસ એજન્સી પાસેથી જ સિલિન્ડર મેળવો.

  • સિલિન્ડર મેળવતી વખતે કંપનીનું સીલ તથા સિલિન્ડર પર સેફ્ટી કેપ તપાસવાનું ભૂલશો નહીં.

  • સિલિન્ડર પરનું કંપનીનું સીલ તૂટેલું હોય તો સિલિન્ડર સ્વીકારશો નહીં.

  • નવો સિલિન્ડર ગેસ સ્ટવ સાથે કનેક્ટ કર્યા પછી પાઇપના સાંધાઓ પર સાબુનું દ્રાવણ લગાવીને ગેસ લિકેજ નથી તે તપાસી લો.

  • લિકેજ તપાસવા માટે સળગતી દિવાસળીનો ઉપયોગ કરશો નહીં.

સિલિન્ડરનો ઉપયોગ કરતી…

  • સિલિન્ડરનો ઉપયોગ થતો હોય તે રસોડા કે અન્ય જગ્યામાં પૂરતા પ્રમાણમાં હવા-ઉજાસ રહે તે માટે દરવાજા અને બારીઓ ખુલ્લી રાખો.

  • ગેસ સ્ટવ પાસે જલદીથી સળગી ઊઠે તેવી ચીજવસ્તુઓ રાખશો નહીં.

  • ગેસ સ્ટવ ચાલુ રાખીને બહાર જશો નહીં.

  • ગેસનો ઉપયોગ કરતી વખતે જલદી આગ ન પકડે તેવા સુતરાઉ કપડાં પહેરો

  • ગેસની જરૂર ન હોય ત્યારે સિલિન્ડરનો રેગ્યુલેટર નોબ ‘ઓફ’ રાખો.

સિલિન્ડરના સંગ્રહ અને જાળવણી માટે

  • સિલિન્ડરની ગેસ પાઇપ વર્ષમાં ઓછામાં ઓછી એક વાર બદલી નાખો

  • ગેસ સ્ટવ, ગેસ પાઇપ રેગ્યુલેટર તથા અન્ય પાર્ટસ હંમેશા આઇએસઆઇ માન્ય હોય તેની ખાતરી કરો.

  • સિલિન્ડરને ક્યારેય આડો મૂકશો નહીં તેને હંમેશા ઊભો રાખો.

  • સિલિન્ડરને ક્યારેય ખુલ્લા સૂર્યપ્રકાશ, વરસાદ, ધૂળ કે વધુ પડતી ગરમીમાં રાખશો નહીં.

  • લાંબા સમય માટે ગેસ સ્ટવનો ઉપયોગ કરવાનો ન હોય ત્યારે સિલિન્ડર પરથી એલપીજી રેગ્યુલેટર દૂર કરો અને તેના પર સેફ્ટી કેપ લગાવો દો.

  • ઘરમાં સિલિન્ડરને પૂરતા હવા-ઉજાસવાળી જગ્યાએ રાખો.

  • જલદીથી સળગી ઊઠે તેવી ચીજવસ્તુઓ સિલિન્ડર પાસે રાખશો નહીં.

  • ગેસ સિલિન્ડર સાથે ક્યારેય કોઈ ચેડા કરશો નહીં.

  • સિલિન્ડરને ગરમ થવા દેશો નહીં.

બધી એલપીજી સંબંધિત ફરિયાદો માટે કૃપયા અમારા ટોલ ફ્રી ૧૮૦૦ ૨૩૩૩ ૫૫૫ ઉપર ફોન કરો.

ગેસ લીકેજ થાય ત્યારે…

સામાન્ય સંજોગમાં, એલપીજીનો ઉપયોગ સલામત છે. આમ છતાં ગેસ લીકેજ જેવી સ્થિતિ ઊભી થાય તો…

  • ગેસ સંબંધિત કોઈ પણ કટોકટી ઊભી થાય ત્યારે ગભરાશો નહીં.

  • સિલિન્ડરનું રેગ્યુલેટર તથા ગેસ સ્ટવના બર્નર નોબ બંધ કરી દો.

  • સિલિન્ડર પર સેફ્ટી કેપ લગાવો દો.

  • એલપીજી હવા કરતાં ભારે હોય છે. આથી તે જમીન પર ફેલાય છે. તેને બહાર નીકળી જવા માટે બધાં બારી-બારણાં ખોલી નાખો.

  • કોઈ પણ જગ્યાએ અગરબત્તી, દીવા, મીણબત્તી જેવી કોઈ પણ સળગતી ચીજ હોય તો તેને બુઝાવી દો.

  • ઇલેક્ટ્રિકલ સ્વિચ કે સાધનો ચાલુ બંધ કરશો નહીં.

  • જરૂર હોય તો તાત્કાલિક ગેસ એજન્સીની મદદ મેળવો.

તાત્કાલિક મદદ માટે

શ્રી રાજુભાઈ મોદી

  • 95586 02272

  • 90160 62093

શ્રી મેહુલભાઈ રાવળ

  • 95586 02272

  • 90160 62093