ગ્રાહક સેવા

એલપીજી વિશે જાણો

લિક્વિડ પેટ્રોલિયમ ગેસ (એલજીપી) એટલે

સરળ, સુવિધાજનક, સલામત ઇંધણ

આપણા સૌના ઘર, રેસ્ટોરાં કે ફેકટરીમાં સિલિન્ડર્સ સ્વરૂપે પહોંચતો લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી) ઊર્જાનો એક મહત્ત્વપૂર્ણ સ્રોત છે.

ભારતમાં વર્ષોથી કરોડો પરિવારો રસોઈના એક સ્વચ્છ અને સગવડભર્યા ઇંધણ તરીકે એલપીજીનો ઉપયોગ કરે છે.

એલપીજી સિલિન્ડરમાં પેક થઇને આપણા ઘર સુધી પહોંચતો હોવાથી ગામડાઓમાં પણ તે ઘર ઘર સુધી પહોચે છે.

એલપીજી સળગે ત્યારે ધુમાડો પેદા થતો નથી. આથી લાકડા કે કોલસા જેવા રસોઈના પરંપરાગત બળતણની સરખામણીમાં એલપીજી સ્વાસ્થ્ય માટે ઘણો વધુ સલામત છે. એલપીજી પર્યાવરણ માટે પણ સાનુકૂળ છે. તેનાથી રસોઈમાં સમયની બચત થાય છે તથા રસોઈ કરવી સહેલી બને છે.

  • ભારતમાં એલપીજીના વિતરણનું સરકાર દ્વારા નિયમન થાય છે.

  • એલપીજીનું નવું કનેકશન સહેલાઈથી મેળવી શકાય છે.

  • ઓછી આવક ધરાવતા પરિવારો પણ એલપીજીનો ઉપયોગ કરી શકે તે માટે એલપીજી સબસિડી દ્વારા રાહત દરે આપવામાં આવે છે.

  • જ્યારે પણ સિલિન્ડર પૂરો થાય ત્યારે ફોન કોલ, મોબાઇલ એપ કે ઓનલાઇન વેબસાઇટ દ્વારા નવો સિલિન્ડર નોંધાવી શકાય છે.

એલપીજીના સુરક્ષિત વપરાશથી જ આપણે એનો પૂરો લાભ મેળવી શકીએ છીએ.

એલપીજીની વિશેષતાઓ

ભારતના ખૂણેખૂણામાં ઉપલબ્ધ એલપીજી જુદી જુદી ઘણી રીતે સૌને લાભદાયી છે

  • સુવિધાજનક

    એલપીજી સિલિન્ડરમાં ઘર સુધી પહોંચે છે –  સહેલાઈથી ગમે ત્યાં ઉપલબ્ધ.

  • સ્વાસ્થ્યપ્રદ

    એલપીજીમાં કોઈ હાનિકારક ધુમાડો થતો નથી – ઘરમાં પ્રદૂષણ નહીં.

  • પર્યાવરણ-સાનુકૂળ

    લાકડા કે કોલસાની સરખામણીમાં એલપીજી સ્વય્છ ઇંધણ છે.

  • કાર્યક્ષમ ઇંધણ

    એલપીજીથી ઝડપથી રસોઈ કરી શકાય છે, એ પણ ઓછા પ્રયત્ને.

  • કિફાયતી દરો

    જરૂરિયાતમંદ પરિવારોને એલપીજી સબસિડી દ્વારા રાહત દરે ઉપલબ્ધ છે.

  • સલામતી

    એલપીજીના આધુનિક સિલિન્ડર ઉપયોગની દૃષ્ટિએ એકદમ સલામત છે.

ગેસ કનેક્શનના પ્રકાર

યોગીરાજ ઇન્ડેન ગેસ સર્વિસ દ્વારા ત્રણ પ્રકારનાં ગેસ કનેક્શન મેળવી શકાય છે

ડોમેસ્ટિક એલપીજી કનેકશન

C
B

એલપીજીનો ઘરમાં રસોઈ માટે સૌથી વધુ ઉપયોગ થાય છે. 

ઘરઉપયોગ તથા રોજિંદી રસોઈની જરૂરિયાતો માટે સામાન્ય રીતે ૧૪.૨ કિલોનો સિલિન્ડર પૂરો પાડવામાં આવે છે.

જરૂરિયાતમંદ પરિવારોને ઘરેલુ એલપીજી કનેકશન પર સરકારની સબસિડી ઉપલબ્ધ છે. નિશ્ચિત મર્યાદા કરતા વધુ પ્રમાણમાં સિલિન્ડર મેળવતા પરિવારોને સબસિડીનો લાભ મળતો નથી.

કમર્શિયલ એલપીજી કનેકશન

C
B

એલજીપીની વ્યાપક પ્રમાણમાં જરૂરિયાત ધરાવતી રેસ્ટોરાં, હોટેલ તથા વિવિધ પ્રકારની ઇન્ડસ્ટ્રી આ પ્રકારનું કનેકશન મેળવી શકે છે.

આ પ્રકારના કનેકશનમાં મળતા સિલિન્ડર ૧૯ કિલો કે ૪૭.૫ કિલો જેટલા મોટા કદમાં ઉપલબ્ધ હોય છે.

આ પ્રકારના કનેકશન પર સબસિડી મળતી નથી તથા ડોમેસ્ટિક કનેકશનની સરખામણીમાં તેની કિંમત વધુ હોય છે.

છોટા સિલિન્ડર

C
B

નાના પરિવારો તથા કોઈ વારની જરૂરિયાત માટે ૫ કિલોનો સિલિન્ડર.મેળવી શકાય છે.

વારંવાર ઘર બદલવું પડતું હોય તેવા પરિવારોને આ સિલિન્ડર સુવિધાજનક બને છે.

કમર્શિયલ હેતુ માટે પણ છોટા સિલિન્ડર ખરીદી શકાય છે. આવા સિલિન્ડર લાંબા ડોક્યુમેન્ટેશન વિના અધિકૃત રીતે રીટેલર પાસેથી ખરીદી શકાય છે.