કંપની પરિચય

ભારતનું ગૌરવ - ઇન્ડિયન ઓઇલ

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (આઇઓસીએલ) ભારતની સૌથી વિશાળ અને સૌથી વિશ્વસનીય ઊર્જા કંપનીઓમાંની એક છે.
ઇન્ડિયન ઓઇલની સ્થાપના ૧૯૬૯માં થઈ. છેક ત્યારથી કંપની ભારતને ઊર્જાની દૃષ્ટિએ સક્ષમ અને સલામત બનાવવા માટે અત્યંત નોંધપાત્ર યોગદાન આપી રહી છે.
કંપની ઓઇલ રિફાઇનિંગ, પાઇપલાઇન તથા અન્ય રીતે ઓઇલના ટ્રાન્સોપોર્ટેશન, માર્કેટિંગ તથા પેટ્રોલિયમ અને કુદરતી ગેસના ભંડારની શોધ જેવા વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત છે.
ઇન્ડિયન ઓઇલ કંપની ભારતમાં પેટ્રોલ અને ડિઝલ સ્ટેશન્સના સૌથી વિશાળ નેટવર્કનું સંચાલન કરે છે. આ સ્ટેશન્સ દ્વારા કંપની દરરોજ કરોડો ગ્રાહકોની સેવા કરે છે.
ઇન્ડિયન ઓઇલ ભારતની સૌથી વિશ્વસનિય લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી)ની સેવાઓ પૂરી પાડતી ઇન્ડેન ગેસની મુખ્ય કંપની છે.
-
અગ્રણી કંપનીઃ
ઇન્ડિયન ઓઇલ ભારતમાં, શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં પથરાયેલાં ફ્યુઅલ સ્ટેશન્સના સૌથી વિશાળ નેટવર્કનું સંચાલન કરે છે.
-
વિવિધ પ્રકારે ઊર્જા પ્રદાનઃ
કંપની ઓઇલ રિફાઇનિંગ, કુદરતી ગેસ, પેટ્રો કેમિકલ્સ તથા રીન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સમાં સક્રિય છે.
-
વિશ્વભરમાં ફેલાવોઃ
ઇન્ડિયન ઓઇલ કંપની ભારત ઉપરાંત દુનિયાના ૨૦થી વધુ
દેશોમાં કાર્યરત છે. -
સમાજ વિકાસમાં યોગદાનઃ
કંપની શિક્ષણ, સ્વાસ્થ્ય તથા પર્યાવરણના સંવર્ધન સંબંધિત વિવિધ પહેલો દ્વારા સમાજ વિકાસમાં યોગદાન આપે છે.
⏱
આ ઈંધણ ઈકો ફ્રેન્ડલી નથી, સાથોસાથ રસોઈમાં સમય અને મહેનત પણ બચાવે છે.
ઘર ઘરમાં ખુશાલીનો ઉજાસ - ઇન્ડેન ગેસ

ઇન્ડેન ગેસ સર્વિસ
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના નેજા હેઠળ કાર્યરત ઇન્ડેન ગેસ સર્વિસ ભારતની અગ્રગણીય એલપીજી પ્રોવાઇડર કંપનીઓમાંની એક છે. ઇન્ડેન ગેસની સ્થાપના ૧૯૬૫માં થઈ. એ સમયથી કંપની દેશના કરોડો પરિવારો તથા વ્યવસાયોને ગેસ સંબંધિત સેવાઓ પૂરી પાડે છે.
ઇન્ડેન ગેસ સર્વિસ સલામત, અવિરત તથા પર્યાવરણને સાનુકૂળ ઊર્જા પૂરી પાડવા માટે સતત પ્રતિબદ્ધ છે. કંપની સમગ્ર ભારતમાં વિશાળ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક ધરાવે છે. ગ્રાહકલક્ષી અભિગમ દ્વારા કંપનીએ વર્ષોથી લોકોનો વિશ્વાસ જીત્યો છે.
-
૧૯૬૫માં સ્થાપના, એલપીજી વિતરણમાં વર્ષોનો બહોળો અનુભવ.
-
ભારતના ગૌરવવંતા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા સંચાલન.
-
દેશભરમાં ૧૨,૦૦૦ ડિસ્ટ્રિબ્યુટર્સનું વિશાળ વિતરણ નેટવર્ક.
-
સમગ્ર ભારતમાં ૧૪ કરોડ જેટલા પરિવારોની અવિરત સેવા.
-
સલામતી અને પર્યાવરણ સાનુકૂળ અભિગમ પર વિશેષ ભાર.
-
ચોવીસ કલાક કાર્યરત ગ્રાહક સેવા અને ઇમરજન્સી સેવાઓ.